Gujarat Jan Adhikar Manch

ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

શોસીયલ મીડિયા અત્યારે  શોષણ કરતી સીસ્ટમ તેમજ  અન્યાય સામે અવાજ ઉઠાવવાનું મહત્વનું માધ્યમ થઇ ગયું છે ત્યારે જન અધિકાર મંચમાં આપના પ્રશ્નો...

શોસીયલ મીડિયા અત્યારે  શોષણ કરતી સીસ્ટમ તેમજ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું મહત્વનું માધ્યમ થઇ ગયું છે ત્યારે જન અધિકાર મંચમાં આપના પ્રશ્નો તેમજ જાણકારી માટે મંચના હોદેદાર પ્રવીણ રામ, મેહુલ બારડ અને જન અધિકાર મંચના તમામ શોસીયલ મીડિયાના ફેસબુક પેજ, ફેસબુક ગ્રુપ, ફેસબુક પ્રોફાઈલ ને લાઇક અને ફોલોવ કરી જન અધિકાર મંચની તમામ લડતની તાજી માહિતી મેળવવા માટે અમારા પેજ લાઇક કરો. 

નોંધ: નીચે આપેલા ફોટાની નીચે લીંક આપેલી છે તે લીંક પર ક્લિક કરી અમારા તમામ પેજ લાઇક કરો, પ્રોફાઇલમાં ફોલોવ કરો અને ગ્રુપમાં જોઈન ગ્રુપ ના બટન દબાવો.
પ્રવીણ રામનું ફેસબુક પેજને લાઇક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/PravinRam.Official/

પ્રવીણ રામના ફેસબુક પ્રોફાઇલને ફોલોવ કરવા  માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/ram.pravin.54

મેહુલ બારડનું ફેસબુક પેજને લાઇક  કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/MehulBarad.Official/

મેહુલ બારડના ફેસબુક પ્રોફાઇલને ફોલોવ કરવા  માટે નીચેની લીંક પર ક્લિક કરો.
 https://www.facebook.com/OfficialMehulBarad


જન અધિકાર મંચના ફેસબુક ગ્રુપમાં જોડાવા  માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/groups/1713844632163100/

સુબોધ પરમારનું ફેસબુક પેજ લાઈક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
સુબોધ પરમારનું ફેસબુક પ્રોફાઈલ ફોલોવ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.


જન અધિકાર મંચનું ફેસબુક પેજ લાઈસ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/JAMGujarat/











૩ વર્ષ પહેલા જન અધિકાર મંચ દ્વારા કોન્ટ્રાકટ અને ફિક્સ કર્મચારીઓની લડતની શરૂઆત થઇ હતી ત્યારે જન અધિકાર મંચના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રી...


૩ વર્ષ પહેલા જન અધિકાર મંચ દ્વારા કોન્ટ્રાકટ અને ફિક્સ કર્મચારીઓની લડતની શરૂઆત થઇ હતી ત્યારે જન અધિકાર મંચના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રીશ્રીની થયેલી બેઠકમાં કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવું મુખ્યમંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ અઠવાડિયા પહેલા પ્રવીણ રામની મુખ્યમંત્રીશ્રી સાથે થયેલી બેઠકમાં ફરીથી કોન્ટ્રાકટનો મુદ્દો ચર્ચાયો હતો અને ટૂંક સમયમાં જ જન અધિકાર મંચની કોન્ટ્રાકટ કર્મચારીઓ માટેની માંગણી ને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું વિજયભાઈ રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું આમ છતાં પ્રવીણ રામ દ્વારા મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે આગળ આપવામાં આવેલી બાહેંધરીને યાદ કરાવતા આવેદનપત્ર આપી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.  


શુક્રવાર (તા.૨૨/૦૯/૨૦૧૭) ના રોજ પોતાના વિભાગના ઉપરી અધિકારીને આ આવેદન આપો અને આવેદન આપતા ફોટા, આવેદનની રીસીવ્ડ  કોપી અને પ્રેસનોટ તમારા વિ...

શુક્રવાર (તા.૨૨/૦૯/૨૦૧૭) ના રોજ પોતાના વિભાગના ઉપરી અધિકારીને આ આવેદન આપો અને આવેદન આપતા ફોટા, આવેદનની રીસીવ્ડ  કોપી અને પ્રેસનોટ તમારા વિસ્તારના મીડિયાને પહોચાડો તેમજ આમારા મેઈલ આઈડી: jam.gujarat2015@gmail.com પર મોકલી આપો 




    ઇકોઝોન, આશા અને ખેડૂતોના મુદાને લઈને આમરણ ઉપવાસ ચાલુ. ગીર પંથકમાંથીઇકોઝોન નાબુદ કરવામાં આવે, આશા  તેમજ આશા ફેસીલીટરને યોગ્ય વેતન આ...

    ઇકોઝોન, આશા અને ખેડૂતોના મુદાને લઈને આમરણ ઉપવાસ ચાલુ.
ગીર પંથકમાંથીઇકોઝોન નાબુદ કરવામાં આવે, આશા  તેમજ આશા ફેસીલીટરને યોગ્ય વેતન આપવામાં આવે તેમજ ખેડૂતોને પાકવીમો તેમજ પોષણક્ષમ ભાવો આપવામાં આવે આ તમામ મુદાઓને લઈને છેલ્લા ૪૧ દિવસથી તાલાલા મામલતદાર કચેરીની સામે પ્રતિક ધરણા ચાલુ છે આમ છતાં આ ૪૧ દિવસમાં સરકાર કે તંત્રના કોઈ પણ જવાબદાર વ્યક્તિ દ્વારા ધરણા સ્થળ પર આવી પ્રશ્નો સાંભળવામાં પણ આવ્યા નથી. કલેકટર સાહેબ અને મુખ્યમંત્રીને મંત્રણા માટે લેખિતમાં પણ આપવામાં આવ્યું હતું પરંતુ તંત્ર તેમજ સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા નથી ત્યારે ૪૧ દિવસ બાદ જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ ૪ તારીખથી આમરણ પર બેસી સદંતર અન્નનો ત્યાગ કરી દીધો છે આમ રોગચાળા અને સ્વાઇન ફ્લુના વાતાવરણમાં સદંતર અન્નનો ત્યાગએ તંત્રની મુશ્કેલીમાં પણ વધારો કરી શકે છે તેમજ જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીશ એવું પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું.

  • ·         આમરણ ઉપવાસમાં સરકાર સમક્ષ માંગો:-

1.   તાલાલા, મેંદરડા અને ગીરગઢડામાં રહેલી ઇકોઝોનની વિસંગતતા દુર કરવામાં આવે.
2.   આશા, આશા ફેસીલીટરને લઘુતમવેતન આપી ન્યાય આપવામાં આવે.
3. ગુજરાતમાં ખેડૂતોને પાકવીમો આપવામાં આવે તેમજ તાલાલા પંથકમાં બાગાયતી પાકવીમો આપવામાં આવે.
4.  ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો આપવામાં આવે.
5. મૃતપાય થયેલી સ્યુગર ફેકટરીઓ ચાલુ કરવામાં આવે તેમજ તાલાલાના રસ્તા બનાવવામાં આવે.
  • ·         પ્રવીણ રામના આમરણ ઉપવાસને સમર્થન આપનાર:-

(૧) SPG ગીર સોમનાથ 
(૨) ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી આશા એસોસીએશન

(૩) ગીર પંથકના ખેડૂતો

ઇકોઝોનના કારણે ગીર પંથકનો આર્થિક વિકાસ થંભી જાય તેમ છે તેમજ અતિવૃષ્ટિના  કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે તેમજ સેટલમેન્ટના ગામોમાં સરકારે ન...



ઇકોઝોનના કારણે ગીર પંથકનો આર્થિક વિકાસ થંભી જાય તેમ છે તેમજ અતિવૃષ્ટિના  કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે તેમજ સેટલમેન્ટના ગામોમાં સરકારે નિર્ણય લીધા બાદ પણ અમલવારી થતી નથી ત્યારે ઇકોઝોન નાબુદ કરો, અતિવૃષ્ટિના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા, લોન માફ કરવી, નવી જમીન માપણી રદ કરવી, સેટલમેન્ટ ગામોને રેવન્યુમાં તબ્દીલ કરવા, સેટલમેન્ટ ગામોને ગ્રામ પંચાયત આપવી તેમજ આવા ગામોમાં પાકા રસ્તા કરવા અને તલાટીઓની સંખ્યા ઓછી હોવાથી ગ્રામ પંચાયતના નાણાકીય વહીવટ માટે ફેર વિચારણા કરવી જેવી અનેક માંગોને લઇને પ્રવીણ રામ તેમજ સિદ્ધાર્થ રામ, ચેતન ગધેસરિયા, ભરત ગધેસરિયા, ભીમસી નંદાણીયા, રાજુ બારડ, ગોવિંદ સોલંકી, વિજય ઝાલા, જશું ઝાલા, દેવશી સોલંકી, મહેન્દ્ર જોટવા, નીખીલ મોર, જયદીપ ભેટારીયા, રાકેશ જોટવા, આકાશ વાળા, મનીષ જોટવા, જશું બાકુ, રવિ ચૌહાણ, મોહિત ઉનડકટ, રવિ જોટવા, વિપુલ વેકરીયા, દિલીપ રામોલીયા, ભીમસી ભાદરકા, સંદીપ રામ,નરેન્દ્ર બેલડીયા સહિતના યુવાનો   તાલાલા મામલતદાર કચેરીની સામે ૨૩ તારીખથી ધરણા પર બેસી ગયા છે.

 ત્યારે  પાટીદાર અનામત આંદોલન સમિતિ જુનાગઢ જીલ્લાના પ્રમુખ કેતન પટેલ દ્વારા ઇકોઝોનની લડતને લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
સરદાર પટેલ ગ્રુપ જુનાગઢ જીલ્લ્લાના પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા પણ લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
ગીર સોમનાથ જીલ્લા કિશાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા અને ગીરધરભાઈ દ્વારા પણ લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
ગીર સોમનાથ ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ સાવલિયા દ્વારા પણ લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
સુત્રાપાડા તાલુકા સરપંચ એસોસીએશન તરફથી પંકજભાઈ પંપાણીયા, જીગ્નેશભાઈ વાઢીયા દ્વારા પણ લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
માંગરોળ તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા ૫૮ જેટલા સરપંચોનું લડતને સમર્થન આપવામાં આવ્યું.



  • આમ,ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુક્સીયા અને તાલાલા તાલુકા મહિલા કોંગ્રેસ દ્વારા પણ લડતને સમર્થન આપવામાં આવ્યું.
  • ત્યારે આગામી દિવસોમાં આ લડતમાં હજુ વધુ સંગઠનો જોડાઈ એવી શક્યતાઓ છે એવું મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું તેમજ જયાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહી થાય ત્યાં સુધી લડત ચાલશે એવું પણ જણાવવામાં આવ્યું.
  • આમ, તાલાલા, સુત્રાપાડા અને માંગરોળ ગામના સરપંચો સહિત ૮૦ થી વધારે ગ્રામ પંચાયતો દ્વારા લેખિતમાં સમર્થન આપવામાં આવ્યું છે.

અતિ ભારે થયેલા વરસાદ અને પુરના કારણે ધોવાણથી થયેલ નુકશાન અંગેની સહાય મેળવવાનું અરજી ફોર્મ માટે ક્લિક કરો.   ⇨  અતીવૃસ્તીમાં થયેલ ધોવાણ મ...


અતિ ભારે થયેલા વરસાદ અને પુરના કારણે ધોવાણથી થયેલ નુકશાન અંગેની સહાય મેળવવાનું અરજી ફોર્મ માટે ક્લિક કરો.   ⇨ અતીવૃસ્તીમાં થયેલ ધોવાણ માટેની સહાયનું ફોર્મ

ખેડૂતો તેમજ સરપંચોના અધિકાર માટે ૧લી જુલાઈ થી ભાલકા તીર્થ ગીર સોમનાથ ખાતે પ્રવીણ રામ ધરણા પર બેસવાના છે ત્યારે માંગરોળ તાલુકાના ૫૮ જેટલા સ...

ખેડૂતો તેમજ સરપંચોના અધિકાર માટે ૧લી જુલાઈ થી ભાલકા તીર્થ ગીર સોમનાથ ખાતે પ્રવીણ રામ ધરણા પર બેસવાના છે ત્યારે માંગરોળ તાલુકાના ૫૮ જેટલા સરપંચોએ આ લડતને લેખિતમાં સમર્થન આપ્યું છે. તેમજ નગીચાણા ગ્રામ પંચાયત પણ સમર્થન આપી ચુકી છે તેમજ આવનારા સમયમાં અન્ય સરપંચો અને ખેડૂતો સમર્થન આપવાના છે ત્યારે  જન અધિકાર મંચનું આ આંદોલન વેગ પકડતું જાય છે.









    ધરણાની જાહેરાત થતા જ માંગરોળ સરપંચ એસોસીએશનએ આપ્યું સમર્થન.    ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચોના મુદાને લઈને પ્રવીણ રામ ૧ જુલાઈથ...


  •    ધરણાની જાહેરાત થતા જ માંગરોળ સરપંચ એસોસીએશનએ આપ્યું સમર્થન.
  •   ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચોના મુદાને લઈને પ્રવીણ રામ ૧ જુલાઈથી ભાલકા તીર્થ ખાતે ધરણા કરશે.

       વિકાસની ગાથા વચ્ચે જગતનો તાત પરેશાન થઇ રહ્યો છે, તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દિવસ રાત એક કરી પરશેવો પાડી તેમજ બિયારણ તેમજ રાસાયણિક ખાતરોમાં ખુબ મોટા ખર્ચાઓ કરી જગતનો તાત ઉપજ તો પેદા કરે છે પરંતુ ઉપજના યોગ્ય ભાવો મળતા નથી જેના કારણે જગતનો તાત દિવસેને સીવસે દેવામાં ડૂબતો જાય છે ત્યારે આવા સમયમાં ફિક્સ પગાર અને યુવા બેરોજગારીની લડતના સફળ પ્રણેતા એવા ૨૬ વર્ષીય ખેડૂતપુત્ર પ્રવીણ રામ ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચોના પ્રશ્નોના નિરાકરણ માટે ૧ જુલાઈથી ભાલકા તીર્થ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો ત્યાં ધરણા પર બેસવાના છે. ઘણા સમય પહેલા જન અધિકાર મંચ દ્વારા ખેડૂતો અને સરપંચોના તમામ પ્રશ્નો બાબતે મોટા ભાગના જીલ્લા કલેકટરશ્રીઓને આવેદન અપાઈ ચુક્યા છે પરંતુ કોઈ યોગ્ય નિકાલ નહી આવતા ગુજરાતના તમામ ખેડૂતોના હિત માટે પ્રવીણ રામ દ્રારા ધરણાની જાહેરાત કરી દેવામાં આવી છે.

*  ધરણામાં સરકાર સમક્ષ મુખ્ય માંગો:
(૧) ખેતપેદાશો તેમજ દુધના પોષણક્ષમ ભાવો નક્કી કરવામાં આવે.
(૨) ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે.
(૩) પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની તમામ ગાઈડલાયન્સનુ પાલન કરાવવું તેમજ નવી જમીન માપણી રદ કરવામાં  આવે.
(૪) તલાટીમંત્રીની સંખ્યા ઓછી હોવાથી ગ્રામ પંચાયતના નાણાકીય વહીવટની સત્તા સરપંચો પાસે જ રાખવામાં આવે.
(૫) ઇકોઝોન નાબુદ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી તેમજ મેડીકલ સ્ટોર્સમાં ફરજીયાત ફાર્માસિસ્ટ જેવી જન અધિકાર મંચની બાકી રહેલી તમામ માંગો પૂરી કરવામાં આવે.
       આ તમામ માંગોને લઈને ધરણાની જાહેરાત થતા જ માંગરોળ તાલુકાના ૫૮ ગામના સરપંચોથી બનેલા માંગરોળ સરપંચ એસોસીએશનએ પ્રવીણ રામને આ લડત માટે સમર્થન આપી દીધું છે અને આગામી દિવસોમાં ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચો પણ સમર્થન આપશે એવિ આશા વ્યક્ત કરવામાં આવી તેમજ ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ એ દેહત્યાગ કર્યો હતો ત્યારે આ સ્થળે ખેડૂતો અને સરપંચોના હિત માટે અમારે દેહત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ એવું ખેડૂતપુત્ર પ્રવીણ રામ દ્રારા જણાવવામાં આવ્યું.