ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

·           ·         યુવાનોના પ્રશ્નો બાબતે ૨૭/૧૧/૨૦૧૬ ના રોજ રાજકોટ શાસ્ત્રી મેદાન ખાતે જન અધિકાર મંચ દ્વારા યોજાશે સંમેલન. ·  ...

જાણો જન અધિકાર મંચ ક્યાં ક્યાં વિસ્તારોમાં યોજાશે સંમેલન

·         
  • ·       યુવાનોના પ્રશ્નો બાબતે ૨૭/૧૧/૨૦૧૬ ના રોજ રાજકોટ શાસ્ત્રી મેદાન ખાતે જન અધિકાર મંચ દ્વારા યોજાશે સંમેલન.
  • ·         યુવાનો અને જનતાના જાગૃતતા લાવવા “ જન અધિકાર ગૌરવ યાત્રા “ તમામ જીલ્લામાં ભ્રમણ કરશે.
  • ·         ગાંધીનગર ખાતે યુવાનો અને મહિલાઓના પ્રશ્નોને લઈને ૧ જાન્યુઆરીના રોજ યોજાશે વિશાળ “ જન આક્રોશ મહાસંમેલન ”.

       ફિક્સ પગાર પ્રથા, યુવા બેરોજગારી, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોશિંગ, આશા અને આંગણવાડી બહેનોનું શોષણ, માનદવેતન પ્રથા, રોજમદાર પ્રથા, ફાર્માસિસ્ટોનું શોષણ તેમજ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને શિક્ષણનું વ્યાપારીકરણ જેવા યુવાનો, મહિલાઓ અને જનતાના અનેક પ્રશ્નો માટે લડતા જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ દ્વારા ગુજરાતના યુવાનો અને મહિલામાં જાગૃતતા લાવવા “ જન અધિકાર ગૌરવ યાત્રા “ ની શરૂઆત કરી છે. આ જન અધિકાર ગૌરવ યાત્રા ગુજરાતના તમામ જીલ્લામાં ભ્રમણ કરશે અને તે જીલ્લામાં મીટીંગનું આયોજન કરી જનતાને જાગૃત કરશે તેમજ સરકાર દ્વારા આ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં નહી આવે તો સરકારને રાજકીય જવાબ આપવા ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં સરકાર વિરુદ્ધ વોટીંગ કરવા માટેના સંકલ્પ પત્રો જનતા પાસે ભરાવશે.
         આ યાત્રાની શરૂઆત ૧૭/૧૧/૨૦૧૬ ના રોજ ભાવનગર થી થઈ હતી. ત્યારબાદ ૨૦ તારીખે ૫ વાગ્યે અમરેલી પહોચી મીટીંગનું આયોજન  કરશે ત્યારબાદ ૨૧ તારીખના રોજ જુનાગઢ અને ૨૩ તારીખના રોજ દ્વારકા અને જામનગરનું ભ્રમણ કરી જનતાને જાગૃત કરશે અને ત્યારબાદ ૨૭ તારીખ અને રવિવારના રોજ રાજકોટ શાસ્ત્રી મેદાન ખાતે ૨ થી ૬ વાગ્યા સુધી સંમેલનનું આયોજન થશે આ સંમેલનમાં યુવાનો, મહિલા અને જનતા વિશાળ સંખ્યામાં જોડાશે.
       અને ત્યારબાદ આ જન અધિકાર ગૌરવ યાત્રા સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરી ૧/૧/૨૦૧૭ ના રોજ ગાંધીનગર ખાતે પહોચી એક વિશાળ “ જન આક્રોશ મહાસંમેલન “ નું આયોજન કરશે આ મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને જનતા જોડાશે એવું લડતના કન્વીનર પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું.

0 comments: