ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

                                        ૧૨ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના ૧૮૨  ધારાસભ્યોને જન અધિકાર મંચના નેજા હેઠળ યુવાનોના પ્રશ્નો બ...

                                 

     ૧૨ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના ૧૮૨  ધારાસભ્યોને જન અધિકાર મંચના નેજા હેઠળ યુવાનોના પ્રશ્નો બાબતે અપાશે આવેદન.

·         વિધાનસભાની ચુંટણી પહેલા યુવા વિરોધી ધારાસભ્યોનું લીસ્ટ જાહેર કરવામાં આવશે.-પ્રવીણ રામ

            ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગવા લાગ્યા છે ત્યારે યુવાનો દ્વારા પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે ૧૨ નવેમ્બરના રોજ એક જ દિવસે સમગ્ર ગુજરાતમાં  તમામ ધારાસભ્યોને જન અધિકાર મંચના નેજા હેઠળ આવેદન આપવામાં આવશે.
            વિધાનસભાની ચુંટણી ખુબજ નજીક છે ત્યારે આવા સમયે ફિક્સપગાર,યુવા બેરોજગારી,કોન્ટ્રાક્ટ પ્રથા,આઉટસોસિંગ,માનદવેતન,લઘુતમ વેતન,આશાવર્કર અને આંગણવાડી મહિલાઓનું શોષણ,ભ્રષ્ટાચાર,મોંઘવારી તેમજ શિક્ષણનું વ્યાપારીકરણ  જેવા અનેક યુવાનો અને જનતાના પ્રશ્નોને લઈને તમામ ધારાસભ્યોને  આવેદન આપવામાં આવશે.ત્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારની વોટ બેન્કને બચાવવા માટે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ બાબતે સરકાર સુધી ચક્રો ગતિમાન કરવા પડશે.જયારે વિપક્ષના ધારાસભ્યો આ પરિસ્થિતિનો લાભ લઈ નવી વોટબેંક ઉભી કરવા ચક્રો ગતિમાન કરશે.ત્યારે આ વોટબેંક ની રાજકીય ખેચતાણ વચ્ચે યુવાનોના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવે છે એતો હવે સમય જ બતાવશે.
            યુવાનો અને જનતા માટે લડતા જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું કે જે ધારાસભ્યો યુવાનોના આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નો નહી કરે તેવા તમામ ધારાસભ્યોનું લીસ્ટ વિધાનસભાની ચુંટણીઓ પહેલા જાહેર કરવામાં આવશે. તેમજ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં એમના જ મત વિસ્તારના યુવાનો અને જનતા  આવા યુવા વિરોધી ધારાસભ્યોની વિરુધમાં મતદાન કરી જડબાતોડ જવાબ આપશે.તેમજ જે ધારાસભ્યો યુવાનોના આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નો કરી પરિણામ લાવવામાં સહભાગી બનશે એવા તમામ ધારાસભ્યોનું લીસ્ટ પણ બહાર પડી ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં આવા ધારાસભ્યોને ફરીથી પ્રતિનિધિત્વ આપવા ગુજરાતના તમામ યુવાનો સહયોગી બનશે.
           આ તમામ યુવાનોના પ્રશ્નોને લઈને ૧ જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે જન આક્રોશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે જેમાં લાખોની સંખ્યામાં યુવાનો,કર્મચારીઓ અને જનતા જોડાશે તેમજ આ મહાસંમેલનમાં જ યુવા વિરોધી ધારાસભ્યોનું લીસ્ટ જનતા અને મીડિયા સમક્ષ રજુ કરવામાં આવશે તેવું પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું.

         ધારાસભ્યો ને આવેદન આપ્યા બાદ આગામી દિવસોમાં ગુજરાત ની તમામ મુખ્ય રાજકીય પાર્ટીને પણ યુવાનોના આ પ્રશ્નો બાબતે આવેદન આપવામાં આવશે અને ત્યારબાદ આ પ્રશ્નો નું નિરાકરણ બાબતે ની પાર્ટી ની વિચારધારા ને પણ મીડિયા અને જનતા સમક્ષ મુકવામાં આવશે એવું યુવા અગ્રણી પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું.

0 comments: