ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

    ધરણાની જાહેરાત થતા જ માંગરોળ સરપંચ એસોસીએશનએ આપ્યું સમર્થન.    ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચોના મુદાને લઈને પ્રવીણ રામ ૧ જુલાઈથ...

ભાલકા તીર્થ ખાતે ધરણામાં ગુજરાતના ખેડૂતો અને સરપંચો માટે દેહત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ. : પ્રવીણ રામ


  •    ધરણાની જાહેરાત થતા જ માંગરોળ સરપંચ એસોસીએશનએ આપ્યું સમર્થન.
  •   ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચોના મુદાને લઈને પ્રવીણ રામ ૧ જુલાઈથી ભાલકા તીર્થ ખાતે ધરણા કરશે.

       વિકાસની ગાથા વચ્ચે જગતનો તાત પરેશાન થઇ રહ્યો છે, તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દિવસ રાત એક કરી પરશેવો પાડી તેમજ બિયારણ તેમજ રાસાયણિક ખાતરોમાં ખુબ મોટા ખર્ચાઓ કરી જગતનો તાત ઉપજ તો પેદા કરે છે પરંતુ ઉપજના યોગ્ય ભાવો મળતા નથી જેના કારણે જગતનો તાત દિવસેને સીવસે દેવામાં ડૂબતો જાય છે ત્યારે આવા સમયમાં ફિક્સ પગાર અને યુવા બેરોજગારીની લડતના સફળ પ્રણેતા એવા ૨૬ વર્ષીય ખેડૂતપુત્ર પ્રવીણ રામ ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચોના પ્રશ્નોના નિરાકરણ માટે ૧ જુલાઈથી ભાલકા તીર્થ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો ત્યાં ધરણા પર બેસવાના છે. ઘણા સમય પહેલા જન અધિકાર મંચ દ્વારા ખેડૂતો અને સરપંચોના તમામ પ્રશ્નો બાબતે મોટા ભાગના જીલ્લા કલેકટરશ્રીઓને આવેદન અપાઈ ચુક્યા છે પરંતુ કોઈ યોગ્ય નિકાલ નહી આવતા ગુજરાતના તમામ ખેડૂતોના હિત માટે પ્રવીણ રામ દ્રારા ધરણાની જાહેરાત કરી દેવામાં આવી છે.

*  ધરણામાં સરકાર સમક્ષ મુખ્ય માંગો:
(૧) ખેતપેદાશો તેમજ દુધના પોષણક્ષમ ભાવો નક્કી કરવામાં આવે.
(૨) ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે.
(૩) પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની તમામ ગાઈડલાયન્સનુ પાલન કરાવવું તેમજ નવી જમીન માપણી રદ કરવામાં  આવે.
(૪) તલાટીમંત્રીની સંખ્યા ઓછી હોવાથી ગ્રામ પંચાયતના નાણાકીય વહીવટની સત્તા સરપંચો પાસે જ રાખવામાં આવે.
(૫) ઇકોઝોન નાબુદ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી તેમજ મેડીકલ સ્ટોર્સમાં ફરજીયાત ફાર્માસિસ્ટ જેવી જન અધિકાર મંચની બાકી રહેલી તમામ માંગો પૂરી કરવામાં આવે.
       આ તમામ માંગોને લઈને ધરણાની જાહેરાત થતા જ માંગરોળ તાલુકાના ૫૮ ગામના સરપંચોથી બનેલા માંગરોળ સરપંચ એસોસીએશનએ પ્રવીણ રામને આ લડત માટે સમર્થન આપી દીધું છે અને આગામી દિવસોમાં ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચો પણ સમર્થન આપશે એવિ આશા વ્યક્ત કરવામાં આવી તેમજ ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ એ દેહત્યાગ કર્યો હતો ત્યારે આ સ્થળે ખેડૂતો અને સરપંચોના હિત માટે અમારે દેહત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ એવું ખેડૂતપુત્ર પ્રવીણ રામ દ્રારા જણાવવામાં આવ્યું.                  
0 comments: