ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

ઇકોઝોનના કારણે ગીર પંથકનો આર્થિક વિકાસ થંભી જાય તેમ છે તેમજ અતિવૃષ્ટિના  કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે તેમજ સેટલમેન્ટના ગામોમાં સરકારે ન...

જાણો ઇકોઝોન, ખેડૂતો અને સરપંચોના પ્રશ્નોની લડતમાં પ્રવીણ રામ ને કોણે કોણે આપ્યું છે સમર્થન.ઇકોઝોનના કારણે ગીર પંથકનો આર્થિક વિકાસ થંભી જાય તેમ છે તેમજ અતિવૃષ્ટિના  કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે તેમજ સેટલમેન્ટના ગામોમાં સરકારે નિર્ણય લીધા બાદ પણ અમલવારી થતી નથી ત્યારે ઇકોઝોન નાબુદ કરો, અતિવૃષ્ટિના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા, લોન માફ કરવી, નવી જમીન માપણી રદ કરવી, સેટલમેન્ટ ગામોને રેવન્યુમાં તબ્દીલ કરવા, સેટલમેન્ટ ગામોને ગ્રામ પંચાયત આપવી તેમજ આવા ગામોમાં પાકા રસ્તા કરવા અને તલાટીઓની સંખ્યા ઓછી હોવાથી ગ્રામ પંચાયતના નાણાકીય વહીવટ માટે ફેર વિચારણા કરવી જેવી અનેક માંગોને લઇને પ્રવીણ રામ તેમજ સિદ્ધાર્થ રામ, ચેતન ગધેસરિયા, ભરત ગધેસરિયા, ભીમસી નંદાણીયા, રાજુ બારડ, ગોવિંદ સોલંકી, વિજય ઝાલા, જશું ઝાલા, દેવશી સોલંકી, મહેન્દ્ર જોટવા, નીખીલ મોર, જયદીપ ભેટારીયા, રાકેશ જોટવા, આકાશ વાળા, મનીષ જોટવા, જશું બાકુ, રવિ ચૌહાણ, મોહિત ઉનડકટ, રવિ જોટવા, વિપુલ વેકરીયા, દિલીપ રામોલીયા, ભીમસી ભાદરકા, સંદીપ રામ,નરેન્દ્ર બેલડીયા સહિતના યુવાનો   તાલાલા મામલતદાર કચેરીની સામે ૨૩ તારીખથી ધરણા પર બેસી ગયા છે.

 ત્યારે  પાટીદાર અનામત આંદોલન સમિતિ જુનાગઢ જીલ્લાના પ્રમુખ કેતન પટેલ દ્વારા ઇકોઝોનની લડતને લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
સરદાર પટેલ ગ્રુપ જુનાગઢ જીલ્લ્લાના પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા પણ લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
ગીર સોમનાથ જીલ્લા કિશાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા અને ગીરધરભાઈ દ્વારા પણ લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
ગીર સોમનાથ ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ સાવલિયા દ્વારા પણ લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
સુત્રાપાડા તાલુકા સરપંચ એસોસીએશન તરફથી પંકજભાઈ પંપાણીયા, જીગ્નેશભાઈ વાઢીયા દ્વારા પણ લેખિતમાં લડતને સમર્થન આપવામાં આવ્યું.
માંગરોળ તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા ૫૮ જેટલા સરપંચોનું લડતને સમર્થન આપવામાં આવ્યું.  • આમ,ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુક્સીયા અને તાલાલા તાલુકા મહિલા કોંગ્રેસ દ્વારા પણ લડતને સમર્થન આપવામાં આવ્યું.
  • ત્યારે આગામી દિવસોમાં આ લડતમાં હજુ વધુ સંગઠનો જોડાઈ એવી શક્યતાઓ છે એવું મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું તેમજ જયાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહી થાય ત્યાં સુધી લડત ચાલશે એવું પણ જણાવવામાં આવ્યું.
  • આમ, તાલાલા, સુત્રાપાડા અને માંગરોળ ગામના સરપંચો સહિત ૮૦ થી વધારે ગ્રામ પંચાયતો દ્વારા લેખિતમાં સમર્થન આપવામાં આવ્યું છે.

0 comments:

અતિ ભારે થયેલા વરસાદ અને પુરના કારણે ધોવાણથી થયેલ નુકશાન અંગેની સહાય મેળવવાનું અરજી ફોર્મ માટે ક્લિક કરો.   ⇨  અતીવૃસ્તીમાં થયેલ ધોવાણ મ...

અતિ ભારે થયેલા વરસાદ અને પુરના કારણે ધોવાણથી થયેલ નુકશાન અંગેની સહાય મેળવવાનું અરજી ફોર્મ.


અતિ ભારે થયેલા વરસાદ અને પુરના કારણે ધોવાણથી થયેલ નુકશાન અંગેની સહાય મેળવવાનું અરજી ફોર્મ માટે ક્લિક કરો.   ⇨ અતીવૃસ્તીમાં થયેલ ધોવાણ માટેની સહાયનું ફોર્મ

2 comments: