ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

    ઇકોઝોન, આશા અને ખેડૂતોના મુદાને લઈને આમરણ ઉપવાસ ચાલુ. ગીર પંથકમાંથીઇકોઝોન નાબુદ કરવામાં આવે, આશા  તેમજ આશા ફેસીલીટરને યોગ્ય વેતન આ...

જાણો, ક્યાં મુદાઓનું કોઈ નિરાકરણ નહી આવે ત્યાં સુધી પ્રવીણ રામ કરશે અન્નનો ત્યાગ

    ઇકોઝોન, આશા અને ખેડૂતોના મુદાને લઈને આમરણ ઉપવાસ ચાલુ.
ગીર પંથકમાંથીઇકોઝોન નાબુદ કરવામાં આવે, આશા  તેમજ આશા ફેસીલીટરને યોગ્ય વેતન આપવામાં આવે તેમજ ખેડૂતોને પાકવીમો તેમજ પોષણક્ષમ ભાવો આપવામાં આવે આ તમામ મુદાઓને લઈને છેલ્લા ૪૧ દિવસથી તાલાલા મામલતદાર કચેરીની સામે પ્રતિક ધરણા ચાલુ છે આમ છતાં આ ૪૧ દિવસમાં સરકાર કે તંત્રના કોઈ પણ જવાબદાર વ્યક્તિ દ્વારા ધરણા સ્થળ પર આવી પ્રશ્નો સાંભળવામાં પણ આવ્યા નથી. કલેકટર સાહેબ અને મુખ્યમંત્રીને મંત્રણા માટે લેખિતમાં પણ આપવામાં આવ્યું હતું પરંતુ તંત્ર તેમજ સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા નથી ત્યારે ૪૧ દિવસ બાદ જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ ૪ તારીખથી આમરણ પર બેસી સદંતર અન્નનો ત્યાગ કરી દીધો છે આમ રોગચાળા અને સ્વાઇન ફ્લુના વાતાવરણમાં સદંતર અન્નનો ત્યાગએ તંત્રની મુશ્કેલીમાં પણ વધારો કરી શકે છે તેમજ જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીશ એવું પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું.

  • ·         આમરણ ઉપવાસમાં સરકાર સમક્ષ માંગો:-

1.   તાલાલા, મેંદરડા અને ગીરગઢડામાં રહેલી ઇકોઝોનની વિસંગતતા દુર કરવામાં આવે.
2.   આશા, આશા ફેસીલીટરને લઘુતમવેતન આપી ન્યાય આપવામાં આવે.
3. ગુજરાતમાં ખેડૂતોને પાકવીમો આપવામાં આવે તેમજ તાલાલા પંથકમાં બાગાયતી પાકવીમો આપવામાં આવે.
4.  ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો આપવામાં આવે.
5. મૃતપાય થયેલી સ્યુગર ફેકટરીઓ ચાલુ કરવામાં આવે તેમજ તાલાલાના રસ્તા બનાવવામાં આવે.
  • ·         પ્રવીણ રામના આમરણ ઉપવાસને સમર્થન આપનાર:-

(૧) SPG ગીર સોમનાથ 
(૨) ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી આશા એસોસીએશન

(૩) ગીર પંથકના ખેડૂતો

0 comments: