ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

૩ વર્ષ પહેલા જન અધિકાર મંચ દ્વારા કોન્ટ્રાકટ અને ફિક્સ કર્મચારીઓની લડતની શરૂઆત થઇ હતી ત્યારે જન અધિકાર મંચના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રી...

કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે પ્રવીણ રામે શું કહ્યું જાણો.


૩ વર્ષ પહેલા જન અધિકાર મંચ દ્વારા કોન્ટ્રાકટ અને ફિક્સ કર્મચારીઓની લડતની શરૂઆત થઇ હતી ત્યારે જન અધિકાર મંચના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રીશ્રીની થયેલી બેઠકમાં કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવું મુખ્યમંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ અઠવાડિયા પહેલા પ્રવીણ રામની મુખ્યમંત્રીશ્રી સાથે થયેલી બેઠકમાં ફરીથી કોન્ટ્રાકટનો મુદ્દો ચર્ચાયો હતો અને ટૂંક સમયમાં જ જન અધિકાર મંચની કોન્ટ્રાકટ કર્મચારીઓ માટેની માંગણી ને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું વિજયભાઈ રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું આમ છતાં પ્રવીણ રામ દ્વારા મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે આગળ આપવામાં આવેલી બાહેંધરીને યાદ કરાવતા આવેદનપત્ર આપી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.  


3 comments:

  1. માનનીય સાહેબ શ્રી, લેબર અને એમ્પ્લોયમેન્ટ ડીપાર્ટમેન્ટ ઓંફ ગુજરાત હેઠળ આવતા ગુજરાત સ્કીલ ડેવેલોપમેન્ટ મિસન માં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓ નો અપ્રિલ-૨૦૧૮ નો પગાર આજ દિન સુધી કરવામાં આવ્યો નથી જેની નોધ લેવી

    ReplyDelete
  2. મળવા પાત્ર ટીએ.ડીએ આપવામાં આવતું નથી.

    ReplyDelete
  3. કોન્ટ્રકટ કર્મચારીઓં જોડે અન્યાય કેમ?

    ReplyDelete